ઉપભોગતા સમાચાર
પરિચય
આ સમાચાર પત્રના તંત્રીશ્રી ડી.સી. ભટ્ટ, ગ્રાહક સુરક્ષા સમિતિ સાથે છેલ્લા ૧૦ વર્ષથી સંકળાયેલા છે. ગ્રાહકોને જાગૃત કરવા, ગ્રાહકોને શિક્ષિત કરવા તથા અન્યાયઅત્યાચારનો વિરોધ કરવા જેવા કાર્યો તથા અસરગ્રસ્ત ગ્રાહકોને ઉચિતત્વરીત ન્યાય મળે તે માટેના કાર્યો ગ્રાહક સુરક્ષા સમિતિના માધ્યમથી તેઓ કરતા આવ્યા છે. ગ્રાહક સુરક્ષા સમિતિમાં વિવિધ પ્રશ્નો લઈને નાગરિકોની રજૂઆતો ધ્યાને લેતા એક બાબત સ્પષ્ટ થયેલ કે અસરકારક માધ્યમથી કરવામાં આવેલ સચોટ રજૂઆત જરૂરથી લક્ષ્ય પ્રા કરે છે ત્યારે આજના સમયમાં અસરકારક માધ્યમ, ‘અખબાર’થી વિશેષ કયું હોઈ શકે?
આથી તા. ૧૦૯૦૭ના રોજ ‘‘ઉપભોગતા સમાચાર’’નો પ્રથમ અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો. પ્રથમ વર્ષમાં ઉપભોગતા સમાચાર સાાહિકમાં કુલ ૫૧ અંક પ્રસિદ્ધ કરી તા. ૧૫૯૦૮ના રોજ ઉપભોગતા સમાચારે દ્વિતીય વર્ષમાં પ્રવેશ કર્યો.
‘‘ઉપભોગતા સમાચાર’’ અખબાર ખાનગી માલિકી ધરાવે છે. અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો સંયમથી, મર્યાદામાં રહીને ઉપયોગ કરી સમાજમાં ફેલાયેલા દૂષણોને દૂર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ આ અખબાર દ્વારા કરાઈ રહ્યો છે.
‘‘ઉપભોગતા સમાચાર’’માં તાજા વૈવિધ્યસભર સમાચારો, તે અંગેના મંતવ્યો, કટાક્ષ દ્વારા સાચી હકીકતનું નિરૂપણ વાંચકો સમક્ષ સહજતાથી કરવામાં આવી રહેલ છે જે દરેક ક્ષેત્રના, દરેક વયજૂથ ધરાવતા વ્યક્તિઓને સ્પર્શતા હોય છે જે નિયમિતતાથી દર સોમવારે પ્રસિદ્ધ કરાય છે.
ફેલાવો
હાલમાં ઉપભોગતા સમાચાર સાાહિક ન્યૂઝ પેપરનો ફેલાવો પ્રતિ સાહ ૫૦૦૦ નકલનો છે. જે સુરત શહેર, સુરત જિલ્લા, તાપી જિલ્લા, અંકલેશ્વર, ભરૂચ, નર્મદા જિલ્લો, નવસારી, વલસાડ, આહવાડાંગ, વાપી ખાતે ફેલાવો ધરાવે છે તથા ટૂંક સમયમાં મુંબઈ તથા થાણા શહેરોને પણ આવરી લેવામાં આવશે. તેની છૂટક કિંમત રૂા. ૩/ તથા વાર્ષિક લવાજમ રૂા. ૧૫૦/ છે.
Advertise
એડ્રેસ
ઉપભોગતા સમાચાર
તંત્રીશ્રી ડી.સી. ભટ્ટ
૫૫, સ્વામીનારાયણ સોસાયટી વિભાગ૧,
શેરી નં. ૨, પુણા ગામથી બોમ્બે માર્કેટ રોડ, સુરત (ગુજરાત). ભારત.
ફોન ૦૨૬૧૨૮૯૦૬૮૫, મો. ૯૮૯૮૪૭૮૪૫૪
e-mail : upbhogta_samachar@yahoo.com